હળવદના નવાં વેગડવાવમા બે દિવસીય સતવારા સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરાયુ
હળવદમા નવાં વેગડવાવ ગામે શ્રી બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડ નવા વેગડવાવ ખાતે તારીખ 25,26-10-2025 બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ તાલુકા સતવારા સમાજના ગામોની કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલ મુકાબલો ઉદગમ ઈલેવન હળવદ અને રામભરોસે ઈલેવન લીલાપર વચ્ચે મેચ યોજાઇ હતી જેમાં ઉદગમ ઇલેવન હળવદ ચેમ્પિયન થયું હતું અને રામભરોસે ઈલેવન લીલાપર રનર્સ અપ તરીકે રહી હતી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હળવદ તાલુકાના આયોજકો એમાં પ્રવીણભાઈ કણઝરીયા,ઉદગમ શૈક્ષણિક સંકુલ હળવદ,સનીભાઈ દલવાડી, શક્તિ સ્પોટ હળવદ,મહિપતભાઈ ચાવડા,શ્રીજી સાઉન્ડ.સાપકડાઈતેશભાઈ રાઠોડ, હળવદ પોલીસ (નવા વેગડવાવ)સહદેવ ભાઈ(નિલો) સોનગરા , ગોપાલ હડીયલ,અશ્વિનભાઈ તારબુદીયા ઉર્ફે ધોની ,ભક્તિ મોબાઈલ.વિનોદભાઈ તાર બુંદીયાએ ભારે જહેમત ઉઠાવી હતી


