HomeEntertainmentનંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલકી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હળવદ

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હળવદ

Advertisement
Advertisement

નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હળવદ
હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપક્રમે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

હળવદ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરાયું હતું.
જન્માષ્ટમી નિમિત્તે શહેરના કૃષ્ણનગર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ શોભાયાત્રા રાજોધરજી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
શોભાયાત્રા દરમિયાન ‘નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલકી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. ભક્તોએ ઢોલ-નગારાના તાલે અને ભક્તિગીતો સાથે શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી હતી. શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરમાં ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિથી સમગ્ર હળવદ શહેરમાં ઉત્સવ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

RELATED ARTICLES

Most Popular