હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ઈસરો પ્રોજેક્ટ બસ સહિત વિવિધ પ્રદર્શનો 2850 વિદ્યાર્થીઓએ નિહાળ્યા
વિજ્ઞાન ગુર્જરી- સુરેન્દ્રનગરના સહયોગથી હળવદની તક્ષશિલા વિદ્યાલય ખાતે ઈસરોના પ્રોજેક્ટની પ્રદર્શન બસ, ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગરની ઉર્જા સંરક્ષણ બસ તેમજ ચિલ્ડ્રન યુનિર્વસિટીની રમકડા બસનુ પ્રદર્શન યોજાયું હતું જેમાં મોરબી જિલ્લા શિક્ષણધિકારી કચેરીના ધર્મિષ્ઠાબેન કડીવાર તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી સાથે જ શાબ્દિક સ્વાગત શાળાના મેનેન્જિંગ ડાયરેકટર ડો.મહેશભાઈ પટેલે કર્યું હતું ત્રણેય બસનું પ્રદર્શન નિહાળવા માટે ધર્મિષ્ઠાબેન કડીવાર ,સંસ્થાના ટ્રસ્ટી ડાહ્યાભાઈ ગરધરીયા અને અણદાભાઈ કૈલાએ રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મુક્યુ હતું.આ પ્રદર્શન નિહાળવા હળવદ શહેરની અલગ અલગ 10 સ્કૂલો તેમજ 3 કોલેજો મળીને 2850 જેટલા વિધાર્થીઓ આવ્યા હતા.તક્ષશિલા સ્કૂલના વિધાર્થીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો રજૂ થયા જેમાં ધોરણ 7,8.9 ,પીટીસી અને બી.એડ.કોલેજના વિધાર્થીઓ દ્વારા ક્વિઝ કરવામાં આવી હતી જેમાં ધોરણ 7અને 8 માં ચંદ્રાયન 1 ગ્રુપે પ્રથમ નંબર,ધોરણ 9 માં રોહિણી ગ્રુપે પ્રથમ નંબર તેમજ પીટીસી ,બી.એડ ગ્રુપમાં આર્યભટ્ટ નામના ગ્રુપે પ્રથમ નંબર મેળવ્યો હતો આ ઉપરાંત ધોરણ 7,8 અને 9 ના વિધાર્થીઓ દ્વારા રોલ પ્લે કરેલ જેમાં ધોરણ 8 માં એરવાડિયા યુગે પ્રથમ નંબર તેમજ ધોરણ 7 માં ડાભી હેતલે પ્રથમ નંબર મેળવ્યો હતો.સમગ્ર કાર્યકમમા વિજેતા વિદ્યાર્થીઓને ધરતી કન્સ્ટ્રક્શનના ઝાલાભાઈ તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન ગુર્જરીના આરતીબેન દવે અને તક્ષશિલા સંકુલના એમડી ડો. મહેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.


