કોયબા ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ શખ્સ ઝડપાયા
હળવદ તાલુકાના કોયબા ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂ.14,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની કાર્યવાહીમાં જગદીશ મુગટલાલ રાવલ, વિજયસિંહ કરણસિંહ ઝાલા, દયારામ ભીખાભાઈ પરમાર, વનરાજ ભરતભાઈ ચાવડા અને સૂર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા ઝડપાયા હતા.આ અંગે પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કામગીરી હળવદ પોલીસ મથકના પીઆઈ કુલદીપસિંહ દરબાર, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.


