HomeCrimeબધું પતી ગયું..! માલણીયાદ પાસે નર્મદા કેનાલના સમારકામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે અધિકારીનો...

બધું પતી ગયું..! માલણીયાદ પાસે નર્મદા કેનાલના સમારકામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે અધિકારીનો ઉડાઉ જવાબ તપાસ બાદ કામગીરી યોગ્ય હોવાનો નાયબ કાર્યપાલક ઈજનેરનો દાવો, ઉચ્ચ કક્ષાની તપાસની માંગ

Advertisement
Advertisement

બધું પતી ગયું..! માલણીયાદ પાસે નર્મદા કેનાલના સમારકામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે અધિકારીનો ઉડાઉ જવાબ
તપાસ બાદ કામગીરી યોગ્ય હોવાનો નાયબ કાર્યપાલક ઈજનેરનો દાવો, ઉચ્ચ કક્ષાની તપાસની માંગ

હળવદના માલણીયાદ ગામ નજીક ભારે વરસાદના પગલે માળિયા નર્મદા કેનાલને મોટાપાયે નુકસાન થયું હતું. કેનાલના નુકસાનગ્રસ્ત ભાગના કારણે વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું હતું. જેને પગલે સૌરાષ્ટ્ર શાખાના નર્મદા વિભાગ દ્વારા હાલ કેનાલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ સમારકામની કામગીરીમાં ગેરરીતિ અને હલકી ગુણવત્તાના કામના આક્ષેપો ઉઠતાં મામલો ચર્ચામાં આવ્યો હતો અને માલણીયાદ તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઈ કણજારીયાએ સમારકામની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કરી સમગ્ર મામલે તપાસ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ વિભાગીય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ તપાસ બાદ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી હોવાનું નાયબ કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ દ્વારા જણાવવામાં આવતા રજૂઆતકર્તાની આ તપાસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
આક્ષેપ મુજબ, કેનાલના સમારકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેથી માત્ર વિભાગીય તપાસને બદલે સમગ્ર કામગીરીની ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ઉચ્ચ કક્ષાએથી સ્થળ તપાસ સાથે કામગીરીમાં વપરાયેલા મટીરીયલ અને ખર્ચની તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલાની હકીકત બહાર આવી શકે તેમ છે.
દરમિયાન, નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી યોગ્ય હોવાનું જણાવી પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અનેક સવાલો ઉભા થયા છે કે જો કામગીરીમાં કોઈ ગેરરીતિ થઈ જ નથી તો ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવામાં વિભાગને વાંધો શું છે?
આ મામલે મોરબી જિલ્લા પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે. હવે પ્રાંત અધિકારી કક્ષાએથી આ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે અને કેનાલના સમારકામમાં થયેલી કામગીરી, ખર્ચ તથા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. હાલ તો માલણીયાદ પાસે નર્મદા કેનાલના સમારકામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે ‘બધું પતી ગયું’ જેવા જવાબોથી તંત્રની કામગીરી સામે સવાલો વધુ ઘેરા બન્યા છે.

RELATED ARTICLES

Most Popular