HomePoliticsઝાડુનુ વાવાઝોડું..!! રણકાઠાનો એક અવાજ હવે વિસાવદર વાળી - હળવદમા મોટી સંખ્યામાં...

ઝાડુનુ વાવાઝોડું..!! રણકાઠાનો એક અવાજ હવે વિસાવદર વાળી – હળવદમા મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાશે??

Advertisement
Advertisement

ઝાડુનુ વાવાઝોડું..!! રણકાઠાનો એક અવાજ હવે વિસાવદર વાળી – હળવદમા મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાશે??

વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીની જીત બાદ લોકોનો ભરોસો આપ પાર્ટી તરફ વધ્યો છે અને તેમાં પણ લોકોમાંથી ડર ગાયબ થયો હોય અને હવે પ્રશ્નો કરીને અવાજ બુલંદ કરી રહ્યા છે અને આપ પાર્ટી હવે મજબૂત બની રહી છે અને ગુજરાત જોડો અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાએ આપ પાર્ટી તરફ વળ્યા છે અને જોડાઈ પણ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા સહિત તાલુકાના વિવિધ જગ્યાએ કાર્યકરો બહાર આવીને રાજનીતિ બદલવાના મંડાણ માંડ્યા છે અને તેમાં પણ હળવદ કોંગ્રેસના પુર્વ બે પ્રમુખ પુર્વ ઉપપ્રમુખ સહિત કેટલાય હોદ્દેદારો આપ સાથે જોડાઈ ગયા છે અને હવે રણકાંઠા પટ્ટામાં સરપંચો અને પુર્વ સરપંચો અને ભાજપ કોંગ્રેસ તાલુકાનાં પુર્વ હોદ્દેદારો આપ પાર્ટી સાથે જોડાય તેવી સુત્રો પાસેથી માહિતી મળી છે અને આગામી 5 તારીખની આસપાસ એક જંગી જાહેરસભા થવાની અને તેમાં આશરે એક હજાર જેટલા કાર્યકરો જોડાવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું વધુમાં આ તમામ લોકો હાલમાં પ્રજાના કામો નહીં થતાં હોવાથી નિરાશ થઈ પાર્ટી છોડી રહ્યા હોવાનું સામે આવ્યુ છે પરંતુ વર્ષોથી ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો પાર્ટી છોડીને આપમાં જોડાય તો આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી જોવાં જેવી થશે કારણકે બન્ને પક્ષની રણનીતિની હોદ્દેદારોને માહિતી હશે અને પરીણામ પણ કંઈક જુદું જ આવશે હાલતો રણકાંઠા પટ્ટામાં જાહેરસભા થવાની અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થય છે

RELATED ARTICLES

Most Popular