HomeGujaratહળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે યશ પટેલની વરણી

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે યશ પટેલની વરણી

Advertisement
Advertisement

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે યશ પટેલની વરણી

હળવદ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે યશ પટેલની સત્તાવાર વરણી કરવામાં આવી છે. એક સામાન્ય અને સક્રિય કાર્યકર્તા તરીકે પક્ષમાં સતત કાર્યરત રહ્યા બાદ, તેમને સીધી જ પ્રમુખ તરીકેની આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓની આ નિમણૂક બદલ ઠેર ઠેરથી તેમના પર શુભકામનાઓ વર્ષી રહી છે.નવનિયુક્ત પ્રમુખ યશ પટેલ માત્ર 31 વર્ષના યુવા બિઝનેસમેન છે. તેઓ લાંબા સમયથી ભાજપના એક સક્રિય કાર્યકર તરીકે પક્ષની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં સક્રિય રીતે જોડાયેલા હતા. કાર્યકરમાંથી સીધા પ્રમુખ તરીકેની જવાબદારી મળતા પક્ષના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ મહત્વની જવાબદારી મળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ યશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ આગામી સમયમાં પક્ષને વધુ મજબૂત બનાવવા માટે સખત મહેનત કરશે. આ સાથે જ પક્ષના તમામ નાના-મોટા કાર્યકર્તાઓને સાથે જોડીને સંગઠનને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

Most Popular