હળવદમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ અને તાલુકા પ્રમુખ તરીકે ચંદુલાલ મોરી યથાવત
હળવદમાં આમ આદમી પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રદેશ સંગઠન દ્વારા જિલ્લા મુજબ નવા સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી જાહેરાતમાં હળવદ શહેર પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે તાલુકા પ્રમુખ તરીકે ચંદુલાલ મોરીને પણ ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી છે.
પક્ષ દ્વારા બંને આગેવાનો પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કરતાં કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હળવદ વિસ્તારમાં પાર્ટીના સંગઠનના વિસ્તરણ અને જનસંપર્ક વધારવામાં બંને આગેવાનોએ નોંધપાત્ર ભૂમિકા ભજવી હોવાનું કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે.
બંને આગેવાનોને ફરી જવાબદારી મળતા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. આગામી સમયમાં હળવદ શહેર અને તાલુકામાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ લોકોના પ્રશ્નોને અસરકારક રીતે ઉઠાવવા બંને આગેવાનો સક્રિય કામગીરી કરશે તેવી કાર્યકર્તાઓએ આશા વ્યક્ત કરી છે.


