HomePoliticsહળવદ શહેર યુવા ભાજપના મંત્રી તરીકે હિત સંઘાણીની વરણી -વેપારી મહામંડળના ઉપપ્રમુખના...

હળવદ શહેર યુવા ભાજપના મંત્રી તરીકે હિત સંઘાણીની વરણી -વેપારી મહામંડળના ઉપપ્રમુખના પુત્રને સંગઠનમાં મહત્વની જવાબદારી, શુભેચ્છકોમાં ખુશીનો માહોલ

Advertisement
Advertisement

હળવદ શહેર યુવા ભાજપના મંત્રી તરીકે હિત સંઘાણીની વરણી -વેપારી મહામંડળના ઉપપ્રમુખના પુત્રને સંગઠનમાં મહત્વની જવાબદારી, શુભેચ્છકોમાં ખુશીનો માહોલ

હળવદ: ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા હળવદ શહેર યુવા ભાજપના મંત્રી તરીકે યુવા ઉદ્યોગપતિ હિત સંઘાણીની વરણી કરવામાં આવી છે. હળવદ શહેર વેપારી મહામંડળના ઉપપ્રમુખ ભીખાભાઈ સંઘાણીના પુત્ર હિત સંઘાણીને સંગઠનમાં મહત્વની જવાબદારી મળતા વેપારી, રાજકીય અને સામાજિક વર્તુળોમાં આનંદની લાગણી પ્રસરી છે.
હિત સંઘાણી લાંબા સમયથી ભાજપની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી યુવા કાર્યકર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમની નિમણૂકને સંગઠનમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપતું અને પક્ષને વધુ સશક્ત બનાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
હિત સંઘાણીની વરણીને પગલે હળવદ શહેર વેપારી મહામંડળના હોદ્દેદારો, વેપારીઓ, ભાજપના આગેવાનો, કાર્યકરો, સ્નેહીજનો તથા શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે હિત સંઘાણી સંગઠનની વિચારધારાને વધુ મજબૂત બનાવવાની સાથે જનસેવાના કાર્યોમાં સક્રિય અને અસરકારક ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular