HomeEntertainmentહળવદમાં તક્ષશિલા સંકુલમાં જ્ઞાન વિજ્ઞાનનું નિદર્શન અને માર્ગદર્શનનુ 4 ફેબ્રુઆરીએ આયોજન

હળવદમાં તક્ષશિલા સંકુલમાં જ્ઞાન વિજ્ઞાનનું નિદર્શન અને માર્ગદર્શનનુ 4 ફેબ્રુઆરીએ આયોજન

Advertisement
Advertisement

હળવદમાં તક્ષશિલા સંકુલમાં જ્ઞાન વિજ્ઞાનનું નિદર્શન અને માર્ગદર્શનનુ 4 ફેબ્રુઆરીએ આયોજન

વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કરેલ “સ્પેસ ઑન વ્હીલ્સ”નું તા. 4 ફેબ્રુઆરીના રોજ હળવદની તક્ષશિલા સ્કુલ ખાતે આગમન સાથે શૈક્ષણિક રમકડાંથી સજ્જ ચિલ્ડ્રન યુનિવર્સિટીની બસ પણ આવશે.પ્રદર્શન નિહાળવા આવનાર ધો.8 ના બાળકોની એક અવકાશના પ્રશ્નોને લગતી ક્વિઝ રમાડવામાં આવશે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) ના સહયોગથી “સ્પેસ ઑન વ્હીલ્સ”નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.આ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની શૈક્ષણિક રમકડાં બસ ( ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ) અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની એક્ઝિબીશન બસોનું તા. 4 ફેબ્રુઆરી( બુધવાર) ના રોજ હળવદની તક્ષશિલા સ્કુલ ખાતે આવનાર છે. આ ત્રણેય બસોનું  નિદર્શન અને માર્ગદર્શન તક્ષશિલા સંકુલ ખાતે 4-2ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી રહેશે.હળવદ તાલુકાની વિવિધ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલના બાળકો અને શિક્ષકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા માટે વહેલા તે પહેલાના ધોરણે માત્ર 12 શાળાઓએ તક્ષશિલા સંકુલનો રુબરુ સંપર્ક કરી અગાઉ રજીસ્ટ્રેશન કરીને પોતાનો ટાઈમ સ્લોટ બુક કરાવવાનો રહેશે તેવી શાળાના એમડી ડો. મહેશે પટેલે અખબારી યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular