હળવદ અને ધાંગધ્રામાં માવઠાને કારણે ખેડૂતોને પાક નુકસાન સર્વે કરો – આપ
કમોસમી વરસાદથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા પત્ર લખીને રજૂઆત કરી હતી.હળવદ અને ધાંગધ્રા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકો ખાસ કરીને કપાસ, મગફળી, ડુંગળી તેમજ અન્ય ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે.ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતાં પાક જમીન સાથે જ સડી ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં જમીનનો ધસારો પણ થયો છે, જેના કારણે આવનારા સિઝનમાં ખેતી માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.હળવદ અને ધાંગધ્રા તાલુકાના તમામ અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે, અને જે ખેડૂતોને નુકસાન થયું છે, તેમને સરકારશ્રી દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે જેથી ખેડૂતોને આ સંજોગોમાં રાહત મળી શકે તેવી રજૂઆત આમ આદમી પાર્ટીના હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.


