HomeBussinessહળવદમાં અખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી ફુડ વિભાગ ક્યારે કરશે ? - દિવાળીનાં ગણતરીનાં...

હળવદમાં અખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી ફુડ વિભાગ ક્યારે કરશે ? – દિવાળીનાં ગણતરીનાં દિવસો બાકી.

Advertisement
Advertisement

હળવદમાં અખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી ફુડ વિભાગ ક્યારે કરશે ? – દિવાળીનાં ગણતરીનાં દિવસો બાકી.!

હળવદ શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાણી પીણીની લારી ગલ્લા અને હોટલમાં ફરસાણનું વેચાણ કરવામાં આવે છે પરંતુ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિયમિત રીતે ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી અને જેને લઈને ફુડ પોઈઝનની ઘટનાં બનતી હોય છે અને ભુતકાળમાં હળવદમાં બનેલી પણ છે વધુમાં અખાદ્ય ચીજવસ્તુઓનુ ચેકિંગ થાય તો પણ સેમ્પલ લીધાના કેટલાય દિવસો બાદ રિપોર્ટ આવે છે ત્યારે  હવે દિવાળી પર્વ પર મોટાભાગના લોકો હવે બહારથી અવનવી મીઠાઈ ખરીદવાનું પસંદ કરતા હોય છે અને આ દિવાળીનાં તહેવારમાં વધારે નફો મેળવવાની લાલચમાં અમુક ફરસાણનાં વેપારીઓ નકલી ઘી,માવા કે અન્ય વસ્તુઓ ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે એકબાજુ ખુલામાં તૈયાર થયેલ મીઠાઈ પર માખીઓ તેમજ ધૂળનાં રજકણોના થર જામી જાય તેવી સ્થિતિ બીજી તરફ સ્વચ્છતાનો અભાવ અને પાછું મીઠાઈમાં ભેળસેળ તો ખરી જ ત્યારે મોરબી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે અને ભેળસેળ યુક્ત મીઠાઈ વેપારીઓને દંડ નહીં પણ લાયસન્સ રદ્દ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે ત્યારે હવે મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ ક્યારે કરવામાં આવશે ? અને આવે તે પહેલા ભૂતકાળમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરસાણના વેપારીઓને જાણકારી આપીને ચેકિંગ હાથ ધર્યું હતું તેવી ચર્ચા હતી તો આ વખતે પણ ચેકિંગ પહેલા ફરસાણના વેપારીઓને જાણ કરી ચેકિંગ કરશે કે કેમ તે જોવાનું રહ્યું પરંતુ હાલતો હળવદ શહેરમાં મિઠાઈ સહિત ફરસાણના વેપારીઓ દ્વારા નિયમોની ઐસીતૈસી કરીને વધુ નફો કમાવવાની લ્હાય હોય તેવાં દ્રશ્યો અમુક ફરસાણની દુકાનમાં જોવાં મળી રહ્યાં છે.

RELATED ARTICLES

Most Popular