તમે તો નથી છેતરાયા ને ? હળવદમાં સોનીએ સોનાના બદલે પિત્તળ પધરાવી દીધું – મેસેજ વાયરલ
હળવદ પંથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ થયો છે જેમાં સોનીએ ગ્રાહકને સોનાનાં બદલે પિત્તળ પધરાવી દીધું હોવાનું કહેવાય રહ્યું છે હળવદ શહેરમાં એક સોનીએ આશરે ત્રણેક વર્ષ પહેલા પાંચ તોલાનો સોનાનો હાર બનાવી વેચાણ કર્યો હતો પરંતુ આ ગ્રાહકને નાણાંની જરૂરિયાત ઊભી થતા બેંકમાં મૂકવા જતા સમગ્ર ઘટના સામે આવી હતી અને બેંકના કર્મચારીએ કહ્યું કે આમાતો પિત્તળની ભેળસેળ છે આથી ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પાંચ તોલા સોનાના હાર માટે લાખો રૂપિયા આપવા છતાં સોનીએ ગ્રાહક સાથે છેતરપિંડી કરી હોવાનો મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાથે જ સોનીનું પાપ પ્રકાશમાં આવતા સોની દ્વારા સમાધાન કરવા માટે હાલ ગ્રાહકના ઘર સુધી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ હળવદમા સોનાના બદલે પિત્તળ પધરાવી દેવાનો આ બનાવ સામે આવતા અન્ય ગ્રાહકોને ચેતવાની જરૂર છે આમતો હોલમાર્ક વગરનું સોનું વેચવું , બિલ વગરનું સોનું વેચવું તે પણ ગુનો છે ત્યારે જીએસટી વિભાગ શું કાર્યવાહી કરશે અને કરશે કે કેમ તે જોવાનું રહ્યું? હાલતો આ બનાવ પ્રકાશમાં આવતા અન્ય ગ્રાહકોને પણ અપીલ છે કે આપ પણ સોનામાં હોલમાર્ક વાળા અને બિલ વાળા જ દાગીના ખરીદો ત્યારે હવે સોની ગ્રાહકના ઘરે વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે અને આ મામલે હવે છેતરપિંડીની પોલીસ મથકે ફરીયાદ દાખલ થાય છે કે કેમ? અને સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજની કેટલી સત્યતા જોવાનું રહ્યું.


