HomeGujaratહળવદનો ધબકાર પ્લેટફોર્મની પ્રથમ વર્ષગાંઠે સેવાકીય કાર્યક્રમ યોજાયો મોતિયાના નિદાન-સારવાર કેમ્પ...

હળવદનો ધબકાર પ્લેટફોર્મની પ્રથમ વર્ષગાંઠે સેવાકીય કાર્યક્રમ યોજાયો મોતિયાના નિદાન-સારવાર કેમ્પ સાથે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરાયું

Advertisement
Advertisement

હળવદનો ધબકાર પ્લેટફોર્મની પ્રથમ વર્ષગાંઠે સેવાકીય કાર્યક્રમ યોજાયો

મોતિયાના નિદાન-સારવાર કેમ્પ સાથે સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરાયું

‘હળવદનો ધબકાર’ પ્લેટફોર્મની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આંખના મોતિયાના નિદાન અને સારવાર માટેના કેમ્પ સહિત ભવ્ય સેવાકીય કાર્યક્રમ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હળવદ અને તાલુકાની વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ સમાજસેવામાં યોગદાન આપતા સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
છેલ્લા એક વર્ષ દરમિયાન ‘હળવદનો ધબકાર’ પ્લેટફોર્મ દ્વારા હળવદ શહેર અને તાલુકાના વિવિધ જનપ્રશ્નો, સામાજિક પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યોને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. આ સફળતાની પ્રથમ વર્ષગાંઠને યાદગાર બનાવવા આરોગ્યલક્ષી સેવા અને સમાજમાં નિઃસ્વાર્થ સેવા આપતા લોકોના સન્માનનો અનોખો સમન્વય કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજિત મોતિયાના નિદાન અને સારવાર કેમ્પમાં હળવદ તાલુકાના અનેક દર્દીઓએ ભાગ લઈ આરોગ્યલક્ષી સેવાનો લાભ લીધો હતો. સાથે જ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા યોગદાન આપતી સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, સાંસદ ચંદુભાઈ શિહોર, નિવૃત્ત પી.આઈ. જયરાજસિંહ ગઢવી, વિશાલભાઈ રાવલ, એપીએમસીના ચેરમેન જયેશ પટેલ, વાઇસ ચેરમેન રમેશ ભગત, રજનીભાઈ સંઘાણી, કિશોર કવાડીયા, સતીશ પટેલ, ચંદુભાઈ મોરી, ભરતભાઈ નંદેસરીયા, ઉર્વશીબેન, વેપારી એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પટેલ, પી.જી.વી.સી.એલ.ના અધિકારી, ચેમ્બર ઓફ કોમર્સના ઘનશ્યામભાઈ દવે, મહિપાલસિંહ રાણા, કોંગ્રેસના શહેર પ્રમુખ ગોપાલ દોરાલ, ભરતભાઈ ગડેસિયા તેમજ પત્રકાર એસોસિએશનના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજમાં સેવા, સહકાર અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ સન્માન સમારોહને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યો હતો. આરોગ્ય સેવા સાથે સેવાભાવી લોકોના યોગદાનને બિરદાવવાના પ્રયાસને પણ સરાહના મળી હતી.
કાર્યક્રમના સફળ આયોજન બદલ ‘હળવદનો ધબકાર’ના ઓનર અને પત્રકાર બળદેવભાઈ ભરવાડ તથા સમગ્ર ધબકાર પરિવાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, સેવાકીય સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ, સહયોગીઓ અને મોતિયાના કેમ્પનો લાભ લેનાર દર્દીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં પણ હળવદની જનતાના પ્રશ્નોને વાચા આપવા તેમજ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી સમાજહિતનાં કાર્યોને સતત આગળ ધપાવવાનો સંકલ્પ ‘હળવદનો ધબકાર’ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular