HomeBussinessહળવદ ગ્રોથ કોન્કલેવ 2026માં દાડમના પ્રગતિશીલ ખેડૂતો માટે સેમિનાર યોજાયો

હળવદ ગ્રોથ કોન્કલેવ 2026માં દાડમના પ્રગતિશીલ ખેડૂતો માટે સેમિનાર યોજાયો

Advertisement
Advertisement

હળવદ ગ્રોથ કોન્કલેવ 2026માં દાડમના પ્રગતિશીલ ખેડૂતો માટે સેમિનાર યોજાયો

હળવદ ખાતે ગ્રોથ કોન્કલેવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્કલેવ અંતર્ગત દાડમની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો માટે વિશેષ સેમિનાર યોજાયો હતો. જેમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનારમાં દાડમના પાકમાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવા માટેની આધુનિક પદ્ધતિઓ, પાક સંરક્ષણ, રોગ-જીવાત નિયંત્રણ તેમજ બજાર વ્યવસ્થાપન સહિતના મહત્વના મુદ્દાઓ પર નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથે જ ખેડૂતોને બદલાતા કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વધુ સારું ઉત્પાદન મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો સાથે ખેડૂતોને ઉપયોગી સાબિત થઈ શકે તેવાં વિવિધ સાધનોનાં સ્ટોલ ઉપલબ્ધ કરાયાં હતાં અને તેમનાં વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે દાડમની ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર ખેડૂતો માટે ખેતીમાં નવીનતા અને આધુનિકતાના માર્ગે આગળ વધવા માટે ઉપયોગી સાબિત થયો હતો.

RELATED ARTICLES

Most Popular