HomeCrimeહળવદ તાલુકાના કડીયાણા ગામે તસ્કરો ત્રાટક્યા, ચાર મકાનોને નિશાન બનાવી લાખોનો માલસામાન...

હળવદ તાલુકાના કડીયાણા ગામે તસ્કરો ત્રાટક્યા, ચાર મકાનોને નિશાન બનાવી લાખોનો માલસામાન સાફ

Advertisement
Advertisement

હળવદ તાલુકાના કડીયાણા ગામે તસ્કરો ત્રાટક્યા, ચાર મકાનોને નિશાન બનાવી લાખોનો માલસામાન સાફ

 

હળવદ તાલુકાના કડીયાણા ગામમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક જ રાત્રે ચાર જેટલા મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગામમાં ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ હળવદમા કડીયાણા ગામે તસ્કરોએ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ એક બાઈક સહિતનો કિંમતી માલસામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા લોકો પાસેથી મળેલી પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયાની ચર્ચા છે.ઘટનાસ્થળ નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં ચાર શંકાસ્પદ તસ્કરો કેદ થયા છે. જોકે તસ્કરોએ કેમેરાની દિશામાં લાઈટો પાડી પોતાના ચહેરા સ્પષ્ટ ન દેખાય તેવા પ્રયાસો કર્યા હતા.આ બનાવે હળવદ પોલીસ માટે સીધી પડકારરૂપ સ્થિતિ ઊભી કરી છે. ગ્રામજનો દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તેમજ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવાની માંગ ઉઠી છે. પોલીસને ઘટનાની જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.કડીયાણા ગામમાં સર્જાયેલી આ ચોરીની ઘટનાને લઈ ગ્રામજનોમાં ચિંતા સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Most Popular