HomeCrimeહળવદમાંથી ૨૯.૫૫ લાખની વીજચોરી પકડાઈ - ૧૯ ટીમોએ હાથ ધરી કાર્યવાહી

હળવદમાંથી ૨૯.૫૫ લાખની વીજચોરી પકડાઈ – ૧૯ ટીમોએ હાથ ધરી કાર્યવાહી

Advertisement
Advertisement

હળવદમાંથી ૨૯.૫૫ લાખની વીજચોરી પકડાઈ –  ૧૯ ટીમોએ હાથ ધરી કાર્યવાહી

હળવદ તાલુકામાં વીજચોરી સામે GUVNL દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમ્યાન રૂ. ૨૯.૫૫ લાખની વીજચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે.હળવદના ગોલાસણ, પલાસણ, કોઈબા ઢવાણા તેમજ શહેરના લાંબી દેરી ભવાનીનગર વિસ્તારમાં વ્યાપક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ ૧૯ ટીમો દ્વારા ૧૬૭ વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૩૨ વીજ કનેક્શનમાં વિવિધ પ્રકારની ગેરરીતિ ઝડપાઈ હતી.હળવદ સબ-ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં GUVNLની ટીમે આ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમ્યાન રહેણાંકના ૩૦, વાણિજ્યના ૧ તેમજ વોટર વર્ક્સના એક કનેક્શનમાં વીજચોરી થયેલી હોવાનું જણાયું હતું.વીજ વિભાગ દ્વારા ઝડપાયેલ વીજચોરી બદલ નિયમ મુજબ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular