HomeCrimeહળવદના ધુળકોટ નજીક દેશીદારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો - એકની શોધખોળ

હળવદના ધુળકોટ નજીક દેશીદારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો – એકની શોધખોળ

Advertisement
Advertisement

હળવદના ધુળકોટ નજીક દેશીદારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો – એકની શોધખોળ

હળવદ પોલીસ દેશી અને વિદેશી દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીની આધારે ધુળકોટ ગામની સીમમાંથી દેશીદારૂ તેમજ દેશીદારૂ બનાવવાના આથાના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે પોલીસે બોલેરો સહિત 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય એક શખ્સનું નામ ખોલીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ધુળકોટ ગામની સીમમાં દરોડો પાડીને યોગેશ ઉર્ફ યોગલો હીરાભાઈ સનુરા રહે જુના ઘાટીલાવાળાને રૂપિયા 5 લાખની કિંમતની જીજે 36 વી 6548 બોલેરો કાર 1,05,250 કિંમતનો 300 લીટર દેશી દારૂ તેમજ 1250 દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડયો હતો પોલીસે આરોપીને પૂછપરછમાં સંજય નથુભાઈ સાલાણી રહે ઇન્દિરા નગરવાળાનું નામ ખૂલતા પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular