HomeCrimeહળવદના ચરાડવા ગામના પંચાયત સદસ્ય નશાની હાલતમાં ઝડપાયાં

હળવદના ચરાડવા ગામના પંચાયત સદસ્ય નશાની હાલતમાં ઝડપાયાં

Advertisement
Advertisement

હળવદના ચરાડવા ગામના પંચાયત સદસ્ય નશાની હાલતમાં ઝડપાયાં

હળવદ તાલુકાના મોટા ગામની ગણના થતી હોય તેવાં ચરાડવા ગ્રામ પંચાયતના સદસ્ય ગામનાં જ બસ સ્ટેશન પાસેથી નશાની હાલતમાં ઝડપાઈ જતા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગ્રામ  પંચાયતના સદસ્ય વિજય છગનભાઈ માકાસણા ચરાડવા ગામના બસ સ્ટેન્ડ નજીકથી નશાની હાલતમાં ઝડપાઈ જતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે અને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ મહિનામાં જુગારધામમા જુગાર રમતાં પણ પોલીસના હાથે ચડી ગયા હતા અને ત્યારે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમ જુગાર  સહિતના ગુનામાં સંડોવાયેલા ગ્રામ પંચાયત સદસ્ય વિજય છગનભાઈ માકાસણાની હળવદ પોલીસે ગતકાલે ચરાડવા બસ સ્ટેશન નજીકથી નશાની હાલતમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular