હળવદમાં દેશીદારૂની ખેપ મારવા જતા કાર સાથે એકની કરી ધરપકડ – ચાર સામે ગુનો દાખલ
પંથકમાં દેશી અને અંગ્રેજી દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયાઓ બુટલેગર કરતા હોય છે ત્યારે હળવદ પોલીે માથકથી કડીયાણા તરફ દેશીદારૂ ભરેલી ઈનોવા કાર સાથે એક શખ્સની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી છે.
પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના માથકથી કડીયાણા તરફ જવાના રસ્તે ઇનોવા કાર નંબર જીજે 01 કેસી 2707 પસાર થતા પોલીસે તેને અટકાવી તેમાં તલાશી લેતા અંદર દેશી દારૂ ભરેલા બાચકા જોવાં મળ્યાં હતાં પોલીસે 515 લીટર દેશીદારૂ કિંમત રૂપિયા 1.3 લાખ તેમજ ઇનોવા કાર 5 લાખ સાથે કુલ 6.3 લાખનાં મુદ્દામાલ સાથે વાંકાનેર શહેરનો હિતેશ ઉર્ફે રાઘવ ભરતભાઈ મકવાણાની ધરપકડ કરી છે તો સાથે જયંતિભાઇ દેવશીભાઇ ચૌહાણ,ફરીદાબેન જયંતિભાઇ ચૌહાણ અને સંજય ઉર્ફે અમરાભાઇ શામજીભાઈ જંજવાડીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસ તેમજ અજીતસિંહ સિસોદિયા, દિનેશ બાવળીયા,દેવેન્દ્રસિંહ ઝાલા, હરવિજયસિહ ઝાલા, વનરાજસિંહ રાઠોડ,દિવ્યરાજસિહ ઝાલા , સંજયભાઈ લકુમ, સાગરભાઇ કુરીયા સહિતના જોડાયા હતા.


