HomeCrimeહળવદમા જુનાં અમરાપર ગામે ગેરકાયદે મોબાઈલ ટાવર ખડકાયાની રજૂઆત

હળવદમા જુનાં અમરાપર ગામે ગેરકાયદે મોબાઈલ ટાવર ખડકાયાની રજૂઆત

Advertisement
Advertisement

હળવદ તાલુકાના જુના અમરાપર ગામે મોબાઈલ ટાવર મંજૂરી આપ્યા વગર જ ઉભો કરી દેવામાં આવ્યો હોવાની મોરબી કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે જુના અમરાપર ગામે ખાનગી કંપનીના મોબાઈલ ટાવરના કર્મીઓ દ્વારા
ગ્રામ પંચાયત કે આજુબાજુ વસવાટ કરતાં કોઈ પણ ગ્રામજનોની મંજૂરી લીધા વગર કામગીરી શરૂ કરી દીધી છે અને વસાહતમાં મોબાઈલ ટાવરના રેડીએશન અને ઘોઘાટથી લોકોના સ્વાસ્થ્ય અસર થઈ શકે છે અને જેથી કરીને આ ટાવરની મંજૂરી ન આપવામાં આવે અને ટાવરને તાત્કાલિક અટકાવમા આવે અને જો ટાવર ઉભો થાય તો પ્રાણીઓ તેમજ લોકોને નુકસાન થઈ શકે તેમ છે સાથે મોબાઈલ ટાવરવાળી જગ્યા સાર્વજનિક હોવાનો આક્ષેપ કરાયો છે અને આ સાર્વજનિક જગ્યા લોકહિત માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને ટાવરનું બાંધકામ અટકાવી અને તેને દૂર કરવાની માંગ જાબુકિયા પ્રભાબેન દિનેશભાઈ સહિતના ગ્રામજનોએ લેખિતમાં મોરબી કલેકટર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી, હળવદ તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી જુના અમરાપરને કરી છે પરંતુ મોબાઈલ ટાવરની મનમાની હળવદના અગાઉ નવાં માલણીયાદ ગામે પણ જોવા મળી હતી અને તેની પણ કામગીરી સામે સવાલો ઉભા થયા હતા ત્યારે વારંવાર થતી મોબાઈલ ટાવર કંપનીની દાદાગીરી સામે જુનાં અમરાપર ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Most Popular