HomeUncategorizedહળવદ શહેરમાં કોન્ટ્રાકટરની મનમાની ચાલુ વરસાદે રોડની કામગીરી કરવાની ના પાડી છતાં...

હળવદ શહેરમાં કોન્ટ્રાકટરની મનમાની ચાલુ વરસાદે રોડની કામગીરી કરવાની ના પાડી છતાં ચાલુ રાખી – સુપરવાઈઝર

Advertisement
Advertisement

હળવદ શહેરમાં કોન્ટ્રાકટરની મનમાની ચાલુ વરસાદે રોડની કામગીરી કરવાની ના પાડી છતાં ચાલુ રાખી – સુપરવાઈઝર

હળવદ શહેરમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે જેમાં સરારોડ પર ચાલુ વરસાદે આરસીસી રોડની કામગીરી થવાનાં અહેવાલ બાદ હરકતમાં આવેલા તંત્રને સુરાતન ચડ્યું અને પાલિકા તંત્ર ઢાંકપિછોડો કરવા હવે ચાલુ વરસાદે થયેલી કામગીરી હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે.હળવદ શહેરમાં સરા રોડની કામગીરી કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહ્યો છે અને ગુણવત્તા યુક્ત બને તે સૌની સહિયારી જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે આજે ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલું હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ચાલુ વરસાદે થયેલી કામગીરી હટાવવાની કાર્યવાહી કરી છે ત્યારે શહેરમાં ત્રણ રસ્તા પાસે ક્રિષ્ના પાર્ક પાસે તિરાડો તેમજ પોપડા ઉખડી અને તૂટવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બનતો રોડ કેવા પ્રકારનો અને કેટલી ગુણવત્તા યુક્ત બની રહ્યો છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ ચાલુ વરસાદે સામાન્ય રીતે મકાનનું બાંધકામ કોઈ કરતું નથી ત્યારે સરકારી બાબુઓની દેખરેખ હેઠળ થતી કામગીરી કેમ સુપરવિઝન હેઠળ ના થઈ? અને શા માટે કોન્ટ્રાક્ટર મનમાની ચલાવી રહ્યા છે શું કોન્ટ્રાક્ટરને કોઈનો ડર નથી કે શું ?સાથે જ મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ તંત્રને ધ્યાને આવ્યું ? ત્યાં સુધી સુપરવાઈઝર ક્યાં હતાં ? જોકે મોડે મોડે પણ બુદ્ધિ વાપરીને નગરપાલિકાના સુપરવાઇઝર નિલેશભાઈ જાની દ્વારા રોડની કામગીરી હટાવવાની કામગીરી શરૂ કરી હતી સાથે જ તેઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વરસાદમાં કામગીરી કરવાની ના પાડી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી અત્યારે હટાવવામાં આવી રહી છે સાથે જ નોટિસ પણ આપવામાં આવશે અને ભવિષ્યમાં આવી કામગીરી ન કરે તે માટે કડક સૂચના પણ આપવામાં આવશે પરંતુ નાગરિકોના ટેક્સથી બનતો રોડ શું ? સુપરવાઇઝરની મોનેટરીંગ વગર થવો યોગ્ય છે કે પછી મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ જ સુપરવાઇઝરને ખ્યાલ આવ્યો કે આરસીસી રોડ પાણીમાં ધોવાણ થઈ જાય હાલ તો તંત્ર હરકતમાં આવ્યું છે પરંતુ આગળની કામગીરી કેવી પ્રકારની થશે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

Most Popular