હળવદ માળીયા હાઇવેપર અંગ્રેજી દારૂને ખેપ મારતા એક ઝડપાયો
હળવદ પંથકમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરીને લઈને પોલીસે જુદી જુદી દિશામાં બાતમીના આધારે તપાસ કરતા હળવદ માળી હાઇવેપર પરીક્ષિત કારખાના પાસેથી જીજે 36 કે 0876 નંબર બાઇક ઉપર શંકાસ્પદ પસાર થયેલા આરોપીસ શ્રવણ જયંતીભાઈ ઝિંઝુવાડીયા રહે. કેદારીયાવાળાને અટકાવી તલાસી લેતા તેના કબજામાંથી અંગ્રેજી દારૂની 8 બોટલ કિંમત 9,600 અને મોટરસાયકલ મળી 40 હજાર કુલ 49,600ના મુદ્દામાં સાથે આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે


