હળવદના સુરવદર ગામે વાડીમાંથી દેશી અને અંગ્રેજી દારૂનો જથ્થો પકડાયો – આરોપી ફરાર
હળવદ તાલુકાના સુરવદર ગામે દેશી અને અંગ્રેજી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા હળવદ પોલીસ દ્વારા ધર્મેન્દ્ર ધામેચાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી જ્યાથી દારૂની નાની 120 બોટલ મળી આવી હતી જેની કિંમત 20400 તેમજ 10 લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતો 120 લિટર આથો સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 25400નો મુદ્દા માલ કબજે કર્યો હતો હળવદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવે તેપહેલાં જ આરોપી ફરાર થઈ ગયો હતો જેથી કરીને હાલમાં હળવદ પોલીસે ધર્મેન્દ્ર કરસનભાઈ ધામેચા રહે. સુરવદરવાળા વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે


