હળવદના ભલગામડામાં જુગારની રેડ બે પકડાયા 8 ફરાર
શ્રાવણ મહિનો આવતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં જુગારની હાટડીઓ ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ જુગારીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ પોલીસને બાતવી મળતા ભલગમડા ગામે જાહેરમાં જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડવા રેડ કરી હતી જેમાં પોલીસને જોતાં જુગારીઓમાં નાશ ભાગ મચી જતા બે પકડાયા હતા અને 8 ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી ભરત હેમુભાઈ ચૌહાણ અને રમેશ મહાદેવભાઇ દેત્રોજાને 3980ની રોકડ સાથે પકડી પાડ્યા હતા જ્યારે પોલીસને જોઈને નાસી છૂટેલા રમેશ ઉર્ફે પોપટ વજાભાઈ લીલાપરા, ધીરજભાઈ રાજુભાઈ દેત્રોજા,પ્રકાશભાઈ કેશાભાઈ દેત્રોજા, જગદીશભાઈ સિંધાભાઈ દેત્રોજા, નિલેશભાઈ ખુમાણભાઇ કાંજિયા, જીવણભાઈ છેલાભાઈ ઉઘરેજા, લાલાભાઇ પ્રવીણભાઈ કુંભાર અને ગણેશભાઈ સુરાભાઈ દેત્રોજાના નામ ખુલતા તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


