હળવદના સાપકડા ગામમાં ગંદકીના પગલે રોગચાળાનો ખતરો
ચોમાસામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોની પાણીના યોગ્ય નિકાલ નહીં હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે અને તેને લઈને બીમારીમાં સપડાવાનો ખતરો પણ ઉભો થાય છે ત્યારે હળવદ તાલુકાના સાપકડા ગામે અરજદાર ચૌહાણ મુકેશભાઈ હિંમતભાઈએ સાપકડા ગ્રામ પંચાયતમાં તેમની શેરીમાંથી નીકળતા ગંદા પાણીનો નિકાલ કરવા તેમજ સ્ટ્રીટ લાઈટ, ગટરલાઈટ અને આરસીસી રોડ બનાવવા માટે ગ્રામ પંચાયત કચેરીમાં રજૂઆત કરી છે.
હળવદ તાલુકાના સાપકડા ગામે અનુસૂચિત જાતિવાસમાં રહેણાક વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી લોકોને પ્રાથમિક સુવિધા મળી નથી જેમાં ગટર લાઈન, આરસીસી રોડ ન હોવાથી શેરીમાં વાહન ચલાવવું કે ચાલુ ખૂબ જ મુશ્કેલી પડે છે સાથે જ ચોમાસુ આવતાની સાથે જ ચાલીને કે વાહનમાં નીકળી શકાય એમ નથી લપસવાનો તેમજ ઈજા પહોંચવાનો ખતરો ઊભો થયો છે સાથે જ ઉપરવાસથી મળમૂત્ર, કચરો, ગંદકી વગેરે આ શેરીમાંથી વહે તેને જેથી કરીને ગંદકીના કારણે બિમારીમા સપડાવવાનો ભય રહ્યો છે જેથી કરીને આ વિસ્તારમાં આરસીસી રોડ ,સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈન સહિતની સુવિધા આપવા માટે રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆત વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


