HomePoliticsહળવદમાં 1 ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે - સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ...

હળવદમાં 1 ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે – સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે નગરપાલિકાનું આયોજન

Advertisement
Advertisement

હળવદમાં 1 ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે – સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે નગરપાલિકાનું આયોજન

હળવદમાં: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ શહેરી વિસ્તારના નાગરિકોને સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર હળવદ નગરપાલિકા દ્વારા બે દિવસીય સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત તા. 1 ઓક્ટોબરના રોજ રાજોધરજી હાઇસ્કૂલ ખાતે તેમજ તા. 3 ઓક્ટોબરના રોજ પટેલ વાડી ખાતે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમ દરમિયાન સરકારના વિવિધ વિભાગોની સેવાઓ તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુસર યોજાનાર આ કાર્યક્રમમાં હળવદ શહેરના નાગરિકોને ઉપસ્થિત રહી મહત્તમ લાભ લેવા નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular