હળવદમાં 23 સપ્ટેમ્બરે સુપ્રસિદ્ધ ‘નકલંક નેજાધારી રામામંડળ’ તોરણીયાનું ભવ્ય આયોજન
ભાદરવા સુદ બારસે બારબીજના ધણી રામદેવપીર મહારાજના રામામંડળનું આયોજન, ભાવિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ
હળવદ શહેરમાં સ્વ. જીગ્નેશ ગુણવંતરાય રાવલના સ્મરણાર્થે આગામી તા. 23 સપ્ટેમ્બર, 2026, ભાદરવા સુદ બારસ, બુધવારના રોજ સુપ્રસિદ્ધ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. કુળદેવી ખંભલાય માતાજીની કૃપા તથા બાર બીજના ધણી બાબા રામદેવપીરના આશીર્વાદ સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ અંતર્ગત બપોરે 3:45 કલાકે આગમન, ત્યારબાદ 4:00 કલાકે શ્રી રામદેવપીરના સામૈયા યોજાશે. જ્યારે રાત્રે 9:00 કલાકે લુહાણા મહાજન વાડી પાસે, રેલવે સ્ટેશન રોડ, હળવદ ખાતે સુપ્રસિદ્ધ નકલંક નેજાધારી રામામંડળ તોરણીયા દ્વારા રામામંડળ રજૂ કરવામાં આવશે.
રામદેવપીરના સામૈયા ખોડીયાર માતાજી મંદિર, કુંભારપરા ખાતે માહી લાઇવ ડીજેના સહયોગથી યોજાશે. જેમાં કૌશિક અલગોતર તથા સેજલ શોભાવત લાઇવ ડીજે રિધમ ટાઇગર શિકોતર ગ્રુપ દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે દલસુખરામ બાપુ, મહંત શ્રી નકલંક ગુરુધામ (શક્તિનગર) દ્વારા આશીર્વાદરૂપ વચન આપવામાં આવશે. જ્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
રામામંડળના કાર્યક્રમમાં મિલન કાકડીયા, ગગુડિયો, હીતેશરા પ્રજાપતિ, જયદીપસિંહ જાડેજા સહિતના કલાકારો તથા ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવશે.
સમગ્ર ધાર્મિક આયોજનને લઈને મયુર ગુણવંતરાય રાવલ દ્વારા ભાવિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ભાવિકોને સહપરિવાર ઉપસ્થિત રહી રામદેવપીરના દર્શન તથા રામામંડળનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


