હળવદના ઘનશ્યામપુર નજીક ઇકો કારમાંથી 500 લીટર દેશી દારૂ ઝડપાયો – 4 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, એક આરોપીને ઝડપી લેવા પોલીસની કવાયત
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ નજીક સરા રોડપરથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી ઇકો કારમાંથી 500 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ઇકો કાર સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડપરથી ઇકો કાર નંબર GJ-13-AM-4027માં દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઇકો કારને ઝડપી પાડી હતી. કારની તપાસ કરતાં તેમાંથી 500 લીટર દેશી દારૂ, જેની કિંમત રૂ.1 લાખ અને રૂ.3 લાખની કિંમતની ઇકો કાર સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે ફિરોજ ફતેખાન મકરાણી, આસિફ મનસુરભાઈ મીર અને અફઝલ અલારખા મકરાણીને ઝડપી પાડ્યા છે. જ્યારે દારૂના આ જથ્થા સાથે સંકળાયેલા શિવરાજ ગભરૂભાઈ કાળીયા નામના આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.


