હળવદના ઘનશ્યામપુર ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ શખ્સ ઝડપાયા
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ. 51,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, વિજયસિંહ કરણસિંહ ઝાલા અને સોમાભાઈ વાલાભાઈ સોલંકીની અટકાયત કરી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. ટાપરિયા તથા પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક હાથ ધરી હતી.


