HomeCrimeહળવદ રોડ ખોદકામમાં નીકળેલા સરકારી કેબલનો રહસ્ય ગાઢ, ક્યાં ગયો ? લોકચર્ચામાં...

હળવદ રોડ ખોદકામમાં નીકળેલા સરકારી કેબલનો રહસ્ય ગાઢ, ક્યાં ગયો ? લોકચર્ચામાં ગરમાયો મુદ્દો

Advertisement
Advertisement

હળવદ રોડ ખોદકામમાં નીકળેલા સરકારી કેબલનો રહસ્ય ગાઢ, ક્યાં ગયો ? લોકચર્ચામાં ગરમાયો મુદ્દો

હળવદ શહેરમાં ચાલી રહેલા રોડના ખોદકામ દરમિયાન જમીનમાંથી મોટા પ્રમાણમાં સરકારી કેબલ નીકળ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ ખોદકામ દરમિયાન અંદાજે ચાર ટ્રેક્ટર જેટલો કેબલ બહાર આવ્યો હતો, જેની કિંમત લાખો રૂપિયામાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, રોડના કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર એક ટ્રેક્ટર જેટલો કેબલ નગરપાલિકામાં જમા કરાવવામાં આવ્યો હોવાની લોકચર્ચા છે
આ પરિસ્થિતિમાં બાકીના ત્રણ ટ્રેક્ટર જેટલા કેબલનું શું થયું, તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. કેબલ ક્યાં ગયો, કોના કબજામાં ગયો અને તેની હેરફેરમાં કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે શહેરમાં વિવિધ અટકળો ચાલી રહી છે.
સ્થાનિક લોકોના મતે ખોદકામ સ્થળ અને તેની આસપાસ આવેલી દુકાનો તથા સંસ્થાઓના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાક્રમ અંગે મહત્વની માહિતી મળી શકે છે. કેબલના જથ્થાની હેરફેર અંગેના સવાલોના જવાબ પણ સીસીટીવીના આધારે સ્પષ્ટ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરમાં લોકચર્ચાનો વિષય બનેલા આ મામલે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે અને સરકારી સંપત્તિના સંભવિત નુકસાન અંગે જરૂરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. હાલ તો લાખો રૂપિયાના કેબલનો મોટો જથ્થો ક્યાં ગયો તે પ્રશ્ન શહેરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.

RELATED ARTICLES

Most Popular