HomeCrimeહળવદના ગોલાસણ ગામમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું - ૬ સામે ફરિયાદ દાખલ

હળવદના ગોલાસણ ગામમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું – ૬ સામે ફરિયાદ દાખલ

Advertisement
Advertisement

હળવદના ગોલાસણ ગામમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું – ૬ સામે ફરિયાદ દાખલ

હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં રહેણાંક મકાનમાં બહારથી વ્યક્તિઓને બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી બે મહિલા સહિત કુલ ૬ આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા સહિત કુલ રૂ. ૬૨,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોલાસણ ગામે એક મકાનમાં મહિલા સંચાલિત જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતી મળતા હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ આર.બી. પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ અને પોલીસની ટીમે સંયુક્ત દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા, મીનાબેન મનસુખભાઈ બોરાણીયા, મનસુખભાઈ હીરાભાઈ બોરાણીયા, સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા, જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા અને દીપકભાઈ કેશાભાઈ વરાણીયાને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. ૬૨,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular