હળવદમા દારૂનાં ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ ધરપકડ
હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચરાડવા ગામના રહેવાસી આમિન અનવર કાજેડીયાને પાસા (PASA) કાયદા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો છે.
માહિતી મુજબ, આરોપી દારૂ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા હળવદ પોલીસે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહીને પગલે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


