HomeCrimeહળવદ પોલીસે કેદારીયાની સીમમાંથી ૩૨૪ અંગ્રેજી દારૂની બોટલ સાથે બે શખ્સને ઝડપી...

હળવદ પોલીસે કેદારીયાની સીમમાંથી ૩૨૪ અંગ્રેજી દારૂની બોટલ સાથે બે શખ્સને ઝડપી લીધા

Advertisement
Advertisement

હળવદ પોલીસે કેદારીયાની સીમમાંથી ૩૨૪ અંગ્રેજી દારૂની બોટલ સાથે બે શખ્સને ઝડપી લીધા

હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી હળવદ પોલીસ દ્વારા અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની બોટલ નં. ૩૨૪ સહિત કુલ રૂપિયા ૧.૫૧.૨૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં કેદારીયા ગામની સીમમાં બુસલીના માર્ગે વોકળાના કાંઠે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો હળવદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓમાં નારાયણ નાનજીભાઈ સોનગ્રા અને કાંતિલાલ મનસુખભાઇ કણઝરીયા રહે બંને રણજીતગઢને પકડી પાડયા હતા
આ સમગ્ર કામગીરી હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular