HomeCrimeદીઘડીયા પાસે કારમાંથી 288 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, રૂ. 5.56 લાખનો...

દીઘડીયા પાસે કારમાંથી 288 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, રૂ. 5.56 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement
Advertisement

દીઘડીયા પાસે કારમાંથી 288 બોટલ દારૂ સાથે એકની ધરપકડ, રૂ. 5.56 લાખનો મુદ્દામાલ કબજે

હળવદ તાલુકાના દીઘડીયા ગામ પાસે પોલીસે કાર્યવાહી કરી મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે કાર કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે શંકાસ્પદ ઈકો સ્પોર્ટ કાર (જીજે 36 એફ 9267)ને અટકાવી તલાશી લેતા કારમાંથી કુલ 288 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 2,56,800 ગણવામાં આવી છે. સાથે જ કારની કિંમત રૂ. 3,00,000 ગણતાં કુલ રૂ. 5,56,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે જયરાજ દિનુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કામગીરી હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પોલીસ જવાનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular