હળવદ નજીક સુદરગઢ ગામેથી દેશી દારૂ સાથે કાર ઝડપાઈ, એકની ધરપકડ
હળવદ તાલુકાના સુદરગઢ ગામ નજીકથી હળવદ પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ જીજે 36 એપી 6748 નંબરની બલેનો કારમાંથી અંદાજે 300 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા 60 હજારનો દેશી દારૂ અને રૂપિયા 4 લાખની કાર સહિત કુલ રૂપિયા 4.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે ઈલેશ ડાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી મિતુલ દેકાવાડિયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


