HomePoliticsહળવદમાં 25 બેઠકો માટે 100થી વધુ ભાજપનાં દાવેદારો મેદાનમાં

હળવદમાં 25 બેઠકો માટે 100થી વધુ ભાજપનાં દાવેદારો મેદાનમાં

Advertisement
Advertisement

હળવદમાં 25 બેઠકો માટે 100થી વધુ દાવેદારો મેદાનમાં

 

હળવદ તાલુકા તથા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે કુલ 71 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 37 ઉમેદવારો મેદાનમાં ઉતરવા માટે આગળ આવ્યા છે, જેના કારણે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે.ચૂંટણીની જાહેરાત થતા જ દાવેદારો દ્વારા જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક ગતિવિધિઓ તેજ બની છે. ખાસ કરીને મોરબી કમલમ ખાતે ભાજપ દ્વારા યોજાતી સેન્સ પ્રક્રિયામાં પણ મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા હોવાનું સામે આવ્યું છે.
આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થવાની છે, ત્યારે કયા પક્ષ તરફથી કોને તક મળે છે અને કયા રાજકીય સમીકરણો ઉભા થાય છે તે જોવાનું રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular