HomeReligionપાટડીના ઉદાસી આશ્રમમાં જગા બાપાની 13 પુણ્યતિથિ નિમિત્તે 22 માર્ચે ભાવવંદના અંતર્ગત...

પાટડીના ઉદાસી આશ્રમમાં જગા બાપાની 13 પુણ્યતિથિ નિમિત્તે 22 માર્ચે ભાવવંદના અંતર્ગત વિવિધ આયોજન

Advertisement
Advertisement

પાટડીના ઉદાસી આશ્રમમાં જગા બાપાની 13 પુણ્યતિથિ નિમિત્તે 22 માર્ચે ભાવવંદના અંતર્ગત વિવિધ આયોજન

 

 

 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે આવેલ પ્રસિદ્ધ જગા બાપાની જગ્યા તરીકે ઓળખાતા જગદીશ્વર મહાદેવ મંદિરે તા. 22 માર્ચના રોજ સિદ્ધ યોગી જગા બાપાની 13મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન જગદીશ્વર મહાદેવ મંદિરના સમસ્ત સેવક પરિવાર તથા ઉદાસી આશ્રમ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે યજ્ઞ, મૂર્તિ પૂજન, મહાપ્રસાદ, શોભાયાત્રા તેમજ સંતવાણી જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે 7:30 વાગ્યે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10:15 વાગ્યે મૂર્તિ પૂજન યોજાશે. બપોરે 1:15 વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને બપોરે 1:30 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4:00 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જ્યારે રાત્રે 10:30 વાગ્યે સંતવાણી કાર્યક્રમ યોજાશે.
સંતવાણી કાર્યક્રમમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, ભજનિક ફરીદા મીર, જયમંત દવે, શિવરાજ ગઢવી તેમજ ઉદય ધાંધલ, જીગ્નેશ બારોટ, મેરુ રબારી, ઋષભ આહિર, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, ગમન સંથલ અને વિજય સુવાળા સહિતના કલાકારો ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.
જગા બાપાની પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ધર્મપ્રેમી જનતાને સીતારામ પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular