HomeReligionહળવદના બાપોદરિયા પરિવારની સિદ્ધિ: રાજ્યપાલ નિવાસસ્થાને ત્રણ એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું

હળવદના બાપોદરિયા પરિવારની સિદ્ધિ: રાજ્યપાલ નિવાસસ્થાને ત્રણ એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું

Advertisement
Advertisement

હળવદના બાપોદરિયા પરિવારની સિદ્ધિ: રાજ્યપાલ નિવાસસ્થાને ત્રણ એવોર્ડ મેળવી ગૌરવ વધાર્યું

તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યપાલ નિવાસસ્થાને એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં શ્રીમદ્ ભગવદ્ગીતાના 700 શ્લોકો કંઠસ્થ કરનારને “ગીતાભૂષણ” તથા સંસ્કૃત ભાષાના 100 સુભાષિતો કંઠસ્થ કરનારને “શતસુભાષિતપંડિત” એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે હળવદની વિશ્વાસ સોસાયટીમાં રહેતા અને ખાખરેચી ગામના વતની બાપોદરિયા પરિવારના સભ્યોએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. વેગડવાવ સરકારી શાળાના શિક્ષક દંપતિ પંકજ નાનજીભાઈ બાપોદરિયા અને જયશ્રીબેન પંકજભાઈ બાપોદરિયાએ સંસ્કૃતના 100 સુભાષિતો કંઠસ્થ કરી “શતસુભાષિતપંડિત” એવોર્ડ મેળવ્યો હતો.
તેમજ તેમના પુત્ર અને માત્ર ધોરણ-6માં અભ્યાસ કરતા ધ્યેય પંકજભાઈ બાપોદરિયાએ શ્રીમદ્ ભગવદ્ગીતાના તમામ 700 શ્લોકો કંઠસ્થ કરી “ગીતાભૂષણ” એવોર્ડ મેળવી પરિવાર તથા હળવદનું ગૌરવ વધાર્યું હતું.
આ સિદ્ધિ બદલ તેમને કુલ રૂા. 93,000 જેટલી રોકડ રકમ ઈનામરૂપે આપવામાં આવી હતી. જેમાં ગીતાના શ્લોકો માટે રૂા. 51,000 તથા સુભાષિતો માટે રૂા. 21,000-21,000 આપવામાં આવ્યા હતા.
ધ્યેય બાપોદરિયાએ જણાવ્યું હતું કે પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય કાર્યના બાલ સંસ્કાર કેન્દ્રમાં મળતી પ્રેરણાથી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. શિક્ષક દંપતિએ સ્વાધ્યાય કાર્યની ગંગોત્રી પાઠળાળાના શતપ્રણતિ પર્વ પ્રસંગે આ એવોર્ડને સમર્પિત કરી જયશ્રી દીદીના દર્શન કરવા જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા, ડો. ભાગ્યેશ જ્હા, સુકાન્ત સેનાપતિ તેમજ બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલિવાલ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular