HomeCrimeહળવદમાં “તેરા તુજકો અર્પણ” પોલીસે લૂંટનો મુદ્દામાલ ફરીયાદીને પરત

હળવદમાં “તેરા તુજકો અર્પણ” પોલીસે લૂંટનો મુદ્દામાલ ફરીયાદીને પરત

Advertisement
Advertisement

હળવદમાં “તેરા તુજકો અર્પણ” પોલીસ કાર્યવાહી અંતર્ગત લૂંટનો મુદ્દામાલ પરત

હળવદ શહેરના રાણેકપર રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયા પાસેથી થયેલી લાખો રૂપિયાની લૂંટના કેસમાં હળવદ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. બનાવમાં વેપારી પાસેથી કુલ રૂ. 6,90,000ની લૂંટ કરી ફરાર થયેલા આરોપીઓ રાહુલ ઉર્ફે પિગરો વિજયભાઈ તથા કિશન ભરવાડને પકડી પાડીને તેમની પાસેથી રોકડા રૂ. 5,19,800 રીકવર કરવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે રીકવર કરાયેલ રૂ. 5,19,800ની રકમ ફરીયાદી રજનીકાંત ભીખાભાઈ દેથરીયાને પરત કરવામાં આવી હતી. પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને પગલે ફરીયાદીને મોટી રાહત મળી છે, ત્યારે શહેરમાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

RELATED ARTICLES

Most Popular