હળવદમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ઇનોવા કાર સાથે રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત
હળવદમા ચરાડવા ગામની સીમ વિસ્તારમાં દેવળીયા રોડ પરથી એક સફેદ રંગની ઇનોવા કાર (રજી. નં. GJ-12-BE-1111) પકડી લીધી છે જેમાં પોલીસે કારની તલાશી લેતાં વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 1188 બોટલ મળી આવી હતી.ઝડપાયેલ વિદેશી દારૂની કુલ કિંમત રૂ. 3,98,400 આંકવામાં આવી છે, જ્યારે ઇનોવા કારની કિંમત રૂ. 5 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આમ કુલ રૂ. 8,98,400નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે પોલીસે ઇનોવા કારના ચાલક સામે ગુજરાત પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂ કયા સ્થળે લઇ જવામાં આવી રહ્યો હતો અને આ પાછળ કોઈ નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


