HomeCrimeહળવદમાં ગૌવંશની હત્યા કેસમાં મહિલાઓ સહિત 8ની ધરપકડ

હળવદમાં ગૌવંશની હત્યા કેસમાં મહિલાઓ સહિત 8ની ધરપકડ

Advertisement
Advertisement

હળવદમાં ગૌવંશની હત્યા કેસમાં મહિલા સહિત 8ની ધરપકડ

હળવદમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં મીઠાના કારખાના રોશની કેમ ફૂડ કારખાનામાંથી ગૌવંશના કતલ કરેલી હાલતમાં તેના જુદા જુદા અંગોના રસોઈ બનાવતા હોવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ મહિલા સહિત કુલ આઠ આરોપીની હળવદ પોલીસે ધરપકડ કરી છે.હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કેમ્પ ફૂડ મીઠાના કારખાનાના ધાબા ઉપર ધોળા દિવસે ગૌવંશની હત્યા કરેલી હાલતમાં અને જુદા જુદા અંગો સાથે તેને રાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેની માહિતી મળતા મોટી સંખ્યામાં લોકોના ટોળા કારખાને પહોંચ્યા હતા સાથે જ પોલીસ પર પહોંચી હતી જ્યારે આ બનાવમાં ઘટનાની ગંભીરતાને લઈને ત્રણ મહિલા સહિત આઠ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.ગૌવંશની હત્યા કરે તેને રાંધવા બાબતે આજે હળવદ શહેરમાં હળવદ અસ્મિતા મંચ વિશ્વ હિન્દુ પરિષદ હળવદ વેપારી મહામંડળ ચેમ્બર્સ ઓફ કોમર્સ સહિત સામાજિક સંગઠનો દ્વારા મૌન રેલી યોજીને હળવદ મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.ગૌવંશની હત્યામાં પકડાયેલા આરોપીઓ અલીમશા ફકીરશા સૈયદ, આમિન ખાન નસીર ખાન સૈયદ, મુનતાજ અલી ઉર્ફે યુનુસ સુલતાન અલી સૈયદ, અનીશા નઈદઅલી રસીદઅલી સૈયદ, સલમા રાજઅલી સમશેરઅલી સૈયદ, રુકસાર આમિન નાસીર ખાન સૈયદ,ઈકબાલ જમાલભાઈ તકવાડિયા  અને યાસીન રહીમભાઈ ધોણિયાની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular