HomeReligionરણમાં વચ્છરાજ દાદાની ઐતિહાસિક જગ્યામાં 175 ટ્રેક્ટર ઘાસચારો ગાયોના નિભાવ માટે સેવાભાવી...

રણમાં વચ્છરાજ દાદાની ઐતિહાસિક જગ્યામાં 175 ટ્રેક્ટર ઘાસચારો ગાયોના નિભાવ માટે સેવાભાવી ખેડૂતો લયને પહોંચ્યા

Advertisement
Advertisement

રણમાં વચ્છરાજ દાદાની ઐતિહાસિક જગ્યામાં 175 ટ્રેક્ટર ઘાસચારો ગાયોના નિભાવ માટે સેવાભાવી ખેડૂતો લયને પહોંચ્યા

કચ્છના નાના રણમાં વછરાજ બેટ ખાતે વર્ષો જૂનું ઐતિહાસિક વછરાજ દાદાનુ મંદિર આવેલું છે જ્યાં કાયમી અન્ન ક્ષેત્ર અને ગૌસેવા કરવામાં આવી રહી છે આ ગૌશાળામાં 4 હજારથી વધુ ગાયોની સેવા થાય છે ત્યારે તેમનાં નિભાવ માટે આજે સેવાભાવી ખેડૂતો હળવદ ધ્રાંગધ્રા તાલુકાના 175થી વધુ ટ્રેક્ટર મગફળીનો પાલો ભરીને સેવા માટે પહોંચ્યા હતા અને સુપ્રસિધ્ધ યાત્રાધામ વચ્છરાજ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.કચ્છના નાના રણમાં વછરાજ દાદાનાં દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુ વર્ષ દરમિયાન ચારે દિશામાંથી પહોંચે છે જોકે વર્ષમાં 6 મહિના વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાઈ જવાના પગલે બેટ સંપૂર્ણ સંપર્ક વિહોણો બને છે ત્યારે આ ગાયોના નિભાવ માટે અલગ અલગ સેવાભાવી ખેડૂતો, સંસ્થા ,અગરીયાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે ત્યારે કોઢ ,કલ્યાણપુર, રતનપર, કૈલાશ નગર, કનકેશ્વર, કોઇબા ગામના સેવાભાવી ખેડૂતો વછરાજ દાદાના સાનિધ્યમાં આવેલી ગાયોના નિભાવ માટે 175 જેટલા ટ્રેક્ટર ભરીને મગફળીનો પાલો લઈને આજે પહોંચ્યા હતા. વધુમાં વછરાજ દાદાના દર્શનાર્થે ચૈત્ર માસની એકમથી પૂનમ સુધી લાખો શ્રદ્ધાળુ આવે છે અને આ શ્રદ્ધાળુઓ વછરાજ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો સાથે જ ગૌશાળામાં 4 હજારથી વધુ ગાયો તેમજ 2 હજારથી વધુ આખલાના  નિભાવ પણ કરવામાં આવે છે ત્યારે હવે રણમાંથી વરસાદી પાણી સુકાઈ ગયા બાદ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ગાયના નિભાવ માટે ઘાસચારો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડયા.

RELATED ARTICLES

Most Popular