મોરબી જિલ્લા કોંગ્રેસ અને હળવદ તાલુકાના કોંગ્રેસ OBC પ્રમુખની નિમણૂંક
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નવાં મોરબી જિલ્લા કોંગ્રેસ OBC અને હળવદ તાલુકાના કોંગ્રેસ OBC પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે મોરબી શહેરમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે આજે નિમણૂંક કરી હતી.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ OBC કમિટી અને ગુજરાત પ્રદેશ OBC કોંગ્રેસના અધ્યક્ષ રાજુભાઈ ગોહિલ તથા કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ આહીરની સૂચના અનુસાર મોરબી જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા નવી નિમણૂકો કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ OBC પ્રમુખ તરીકે રાણેકપર ગામનાં ઘનશ્યામભાઈ બાબરીયા અને હળવદ તાલુકાના કોંગ્રેસ OBC પ્રમુખ તરીકે કેદારીયા ગામનાં મેહુલભાઈ મજેઠીયાની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં OBC સમાજના કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને વિજયી બનાવવાના પ્રયાસો કરશે જોકે જિલ્લા OBC કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા OBC પ્રમુખ બન્ને કોંગ્રેસનાં પાયાનાં પથ્થર છે અને હાલતો નવી જવાબદારી આપતા ઠેરઠેર શુભકામનાઓનો ધોધ જોવા મળી રહ્યો છે.


