હળવદમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
હળવદ પોલીસ સ્ટેશનમાં દારૂના અલગ અલગ ગુનામાં સંડોવાયેલા અને રીઢા બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે સુરેશ જેસીંગભાઇ સુરેલા રહે ગોલાસણ વાળાને પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પાસા વોરંટ ઈશ્યુ થયું હતું જેમાં પોલીસે તેને પાસા તળે ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે કર્યો છે.


