હળવદના કોઇબા ગામ પાસેથી ગેરકાયદેસર યુરિયા ખાતરની હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે પોલીસે 400 શંકાસ્પદ યુરીયા ખાતર બેગો, આઈશર ગાડી, સાથે પાઈલોટીગ કરતી કાર સહિત 15 લાખનો મુદ્દામાલ કબજે કરીને ખેતીવાડી વિભાગને સોંપવામાં આવ્યો છે જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા યુરિયા ખાતરના સેમ્પલ લઇ આગળની કાર્યવાહી ધરી છે.સામાન્ય રીતે નીમકોટેડ યુરિયા ખાતરનો ઉપયોગ ખેતી માટે કરવાનો હોય છે પરંતુ સરકારી કોટામાં મળતો નિયકોટેડ યુરિયા ખાતરનો જથ્થો યેનકેન પ્રકારે ઔદ્યોગિક હેતુ માટે વપરાતો હોય તેવું અગાઉ સામે આવી ચૂક્યું છે તેવામાં હળવદ પોલીસે કોઈબા ગામના પાટીયા પાસેથી નીમકોટેડ યુરિયા ખાતરની શંકાસ્પદ 400 બેગ ભરેલું આઈશર ટેમ્પો અને કાર સાથે નાગજી રાજાભાઈ અને કરસન સેલાભાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે.હળવદ પોલીસે પકડેલા શંકાસ્પદ નીમકોટેડ યુરિયા ખાતરના સેમ્પલ લેવા માટે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી હળવદ પોલીસ મથકે પહોંચ્યા હતા યુરિયા ખાતરના સેમ્પલ લઇ ટેમ્પો સિજ કરી આગળની કાર્યવાહી કરી હતી. વધુમાં સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ ખાતરની હેરાફેરી કરનાર તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


