ધાંગધ્રામાં પોલીસ કર્મચારી ૩૦ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયા
ધાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા જેમાં પીઆઇના રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી માંગીલાલ પઢિયાર દ્વારા જાગૃત નાગરિક પાસે અગાઉના કોઈ પ્રકરણની માગણી કરી હતી જે જાગૃત નાગરિક દ્વારા લાંચ નહીં આપવા સહમત થતા મોરબી એસીબી ટીમને જાણ કરતા આજે શનિવારે સવારે ધાંગધ્રાના પોલીસ કર્મચારી માંગીલાલ પઢિયારે લાંચના રૂપિયા ૩૦ હજાર સ્વીકારતા રંગે હાથ એસીબીના ઝપટે ચડી ગયા હતા. આ તરફ ફરિયાદી અને લાંચ લેનાર પોલીસ કર્મચારીને સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા.


