HomeCrimeહળવદના ભલગામડાના યુવાનને હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો મુકવો ભારે પડ્યો -...

હળવદના ભલગામડાના યુવાનને હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો મુકવો ભારે પડ્યો – પરવાનેદાર સહિત બંને સામે ગુનો દાખલ

Advertisement
Advertisement

હળવદના ભલગામડાના યુવાનને હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો મુકવો ભારે પડ્યો – પરવાનેદાર સહિત બંને સામે ગુનો દાખલ

હળવદ તાલુકાના ભલગામડા ગામના યુવકે હથિયાર સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યો હતો સીન સપાટા તેમજ સમાજમાં ભય  ઊભા થાય તેવા ફોટો જોવા મળતા મોરબી એસઓજી પોલીસ દ્વારા ભલગામડા ગામના યુવક તેમજ પરવાનેદાર વ્યક્તિને સામે ધોરણસરના પગલાં ભરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી પોલીસને ઈન્સ્ટાગ્રામ આઈડી પર હથિયારના ફોટા સાથેનો એક વિડીયો ફોટો પોસ્ટ થયાની માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ આઈડીની ઓળખ કરવામાં આવતા હળવદ તાલુકાના ભલગામડા ગામના પલાસણ ચોકડી પાસેથી યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો યુવકને પોલીસે પૂછપરછ કરતા  બાવલ વિઠ્ઠલભાઈ દેત્રોજાએ બે વર્ષ પહેલા પોતાના સબંધી છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજાની લાયસન્સવાળી બંધુકથી હથિયારનો ફોટો મોબાઇલમાં અપલોડ કર્યો હતો જેથી પોલીસે સમાજમાં ભયનુ વાતાવરણ ઉભું થવાની શક્યતા હોવાના કારણે એસઓજી પોલીસે બંધુક કિંમત રૂપિયા 10 હજાર મોબાઈલ 5 હજાર કુલ મળીને 15 હજારના મુદ્દામાલ સાથે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી બંને સામે આગળની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Most Popular