હળવદના કવાડિયા નજીક બિનવારસી 1835 કિલો લોખંડ પકડાયું
હળવદના કવાડિયા ગામની સીમમાંથી બિનવારસી લોખંડ મળી આવતા પોલીસે શકદાર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે કવાડિયા ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં 1835 કિલોગ્રામ વજન કિંમત રૂપિયા 91,750નો લોખંડનો જથ્થો મળી આવ્યો હતો અને આ લોખંડનો જથ્થો અને આ લોખંડ ધાંગધ્રાના ચૂલી ગામના સતિષભાઈ દેવાભાઈ ભરવાડનું શકદાર તરીકે નામ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માળિયા હાઇવે પર ટ્રકમાંથી લોખંડ ચોરીના બનાવો અગાઉ પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે ત્યારે હળવદના કવાડિયા ગામની સીમમાંથી બિનવારસી લોખંડ મળી આવતા પોલીસ દ્વારા શકદાર તેમજ સાથે કેટલા સમયથી લોખંડ ચોરી થતી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


