હળવદના માથક ગામે પરણિતાને મરવા મજબૂર કરનાર સાસરીયા વિરુદ્ધ ફરિયાદ
હળવદ તાલુકાના માથક ગામે રહેતી પરણિતાને પતિ સહિતના સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી જઈને આપઘાત કરી લેતા આ બનાવમાં મૃતક પરણિતાના ભાઈએ તેના બહેનને મરવા મજબૂર કરનાર સાસરીયા વિરુદ્ધ પોલીસ પથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગત તારીખ 28-10ના રોજ હળવદના માથક ગામે નીતાબેન અરજણભાઈ ચાવડાએ આપઘાત કરી લીધો હતો જે અંગે તેમના ભાઈ ઇન્દ્રજીતભાઈ પથુભાઈ ખેરે હળવદ તાલુકા પોલીસ મથકે તેમની બહેનના લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરનાર આરોપીઓ અરજણભાઈ ચાવડા, ઉપેન્દ્ર અરજણભાઈ ચાવડા ધનુબેન દેવુભા ચાવડા અને વસંતબેન ઝાલાભાઇ ચાવડા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.


